કોંગ્રેસથી કંટાળીને બોલિવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે. રાજીનામું આપતા ઉર્મિલાએ લખ્યું છે કે, "મેં ભારતીય કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. મેં 16મી મેના રોજ મુંબઈ નેશનલ કોંગ્રેસના તત્કાલિન પ્રમુખ મિલિંદ દેવરાને લખેલા પત્ર સંબંધે અનેક વિનંતી કરી હોવા છતાં આ મામલે કોઈ કાર્યવાહી ન થતાં રાજીનામું આપી દેવાનું વિચાર્યું હતું."
ઉર્મિલાએ વધુમાં લખ્યું છે કે, "મારે હતાશ થઈને કહેવું પડે છે કે ખૂબ જ ગુપ્ત કહેવાતો આ પત્ર જાણી જોઈને મીડિયામાં લીક કરવામાં આવ્યો હતો. મારા માટે આ વિશ્વાસઘાત સમાન હતું. મારી અનેક રજુઆત છતાં આ મામલે પાર્ટીની કોઈ વ્યક્તિએ આના પર ધ્યાન આપ્યું ન હતું તેમજ આ માટે કોઈએ પોતે જવાબદારી સ્વીકાર માફી પણ માંગી ન હતી."
ઉર્મિલાએ આગળ લખ્યું છે કે, "મેં મારા પત્રમાં લખ્યું છે તે પ્રમાણે અમુક એવા વ્યક્તિઓ જેમનું મુંબઈ કોંગ્રેસમાં કામ સાવ ખરાબ રહ્યું હોવા છતાં તેમને ઇનામ સ્વરૂપે સારા પદો ઓફર કરવામાં આવ્યા છે. મને લાગે છે કે મુંબઈ કોંગ્રેસ પાર્ટીના ભલા માટે અથવા કોઈ કડવા નિર્ણય લેવા નથી માંગતું અથવા જરૂરી પરિવર્તનો કરવા માટે અસમર્થ છે. "
કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દેતા ઉર્મિલાએ આગળ લખ્યું છે કે, "હું પહેલાની જેમ જ મારા તમામ વિચારો અને આદર્શોને વળગી રહીને લોકોના ભલા માટે કામો કરતી રહીશ. મારી કારકિર્દી દરમિયાન જે લોકોએ મને મદદ કરી છે તે બધાનો આ પ્રસંગે હું આભાર માનું છું. હું આ પ્રસંગે મીડિયાનો પણ આભાર માનું છું."
ઉર્મિલા માતોંડકરના મીડિયામાં પ્રસિદ્ધ થયેલા પત્રમાં તેણે કોંગ્રેસ પાર્ટીની કાર્યશૈલીની નિંદા કરી હતી. પત્રમાં ઉર્મિલાએ પાર્ટી કાર્યકર સંદેશ કોનવિલકર અને ભૂષણ પાટીલ પર આક્ષેપો લગાવ્યા હતા.