ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉચક્યું હોય તેવું લાગી રહ્યું છે. દિવસેને દિવસે કોરોના પોઝિટિવના આંક વધી રહ્યા છે. ત્યારે તેની શરૂઆત થતાં જ બોલિવૂડ સ્ટાર્સ તેની ઝપેટમાં આવવા લાગ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ કિરણ ખેરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. અને તેણે જલ્દી જ તેના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.