બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને ફરી એકવાર જીવના ખતરની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, મુંબઈના વર્લી વિસ્તારના પરિવહન વિભાગના વોટ્સએપ ગ્રુપમાં એક અજાણ્યા શખ્સ દ્વારા સંદેશ મોકલાયો હતો, જેમાં સલમાન ખાનની કારને બોમ્બથી ઉડાવી દેવાની તથા ઘરમાં ઘૂસીને મારવાની ધમકી આપવામાં આવી છે. સમગ્ર ઘટનાની ગંભીરતા જોઇને વર્લી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે IPCની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.