બૉલિવૂડના જાણીતા અભિનેતા રિશિ કપૂરને બુધવારે મોડી રાત્રે મુંબઈની એનએચ રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્કા કેટલાક દિવસોથી તેમની તબીયત ખરાબ હતી. તેમની પત્ની નીતૂ સિંહ તેમની સાથે હોસ્પિટલમાં જ છે. રિશિ કપૂરને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાની જાણકારી તેમના મોટાભાઈ રણધીર કપૂરે આપી છે.
આ અંગે માહિતી આપતા રણધીર કપૂરે જણાવ્યું કે, રિશિ કેન્સરનો પેશન્ટ છે એને તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. આથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત સ્થિર છે.
જણાવી દઈએ કે, રિશિ કપૂર ગત વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાથી ભારત પરત ફર્યા હતા. જ્યાં એક વર્ષ સુધી તેમની કેન્સરની સારવાર ચાલી હતી. વર્ષ 2018માં સમાચાર સામે આવ્યા હતા કે, રિશિ કેન્સરથી પીડિત છે. જે બાદ એક વર્ષ સુધી તેઓ ન્યૂયોર્કમાં જ રહ્યા અને ત્યાં તેમની સારવાર ચાલી.