10 દેશોમાં ફેલાયેલી એમેઝોનના જંગલની આગ 65 દિવસ પછી પણ બૂઝાઈ શકી નથી. બોલિવિયામાં આગ બૂઝાવવામાં ઝડપ લાવવાની માંગ સાથે લગભગ 100થી વધુ એનજીઓ દ્વારા કૂચ કાઢવામાં આવી હતી. તેમાં લગભગ 40 હજાર લોકો આવ્યા હતા. તેમણે સરકાર સમક્ષ પર્યાવરણ બચાવવા કડક કાયદા ઘડવાની પણ માંગ કરી હતી. બોલિવિયાના જંગલોમાં પણ હવે જોખમ હોવાથી તેમણે આ અંગે કડક પગલાં ભરવા કહ્યું છે. બે મહિના દરમિયાન બોલિવિયાના લગભગ 131 લાખ એકરનો જંગલનો હિસ્સો બળીને ખાક થઈ ગયો છે.