સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે ઉત્તર-પશ્ચિમ નાઇજીરિયામાં કટ્ટરવાદી ઇસ્લામિક સંગઠન બોકો હરામ ના હત્યારાઓએ 110 લોકોની નિર્દયતાથી હત્યા કરી દીધી. તેમાંથી ઘણા લોકોના શિરચ્છેદ કરી દેવામાં આવ્યા છે. દેશમાં સંયુક્ત રાષ્ટ્રના માનવતાવાદી સંયોજક એડવર્ડ કલ્લોન એ કહ્યું કે બોકો હરામે ઓછામાં ઓછા 110 લોકોની નિર્દયતાથી હત્યા કરી છે. તદ્ઉપરાંત ઘણા લોકો ઘાયલ થયા છે.
કલ્લોને કહ્યું કે શરૂઆતમાં મૃત્યુઆંક 43 હતો, જે બાદમાં વધીને 70 થયો હતો. તેમણે કહ્યું કે આ ઘટના સામાન્ય નાગરિકો પર સૌથી હિંસક રીતે સીધો હુમલો છે. આ હત્યાઓને ન્યાય અપાવવો જોઇએ. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ઘટના કોશોબેની છે, જે મુખ્ય શહેર મૈદુગુરીની નજીક આવેલ છે. હત્યારાઓએ ડાંગરના ખેતરમાં કામ કરતા લોકોની કત્લેઆમ કરી હતી.