સુરતમાં શનિવાર (06 જુલાઈ)એ સાંજે એક દુર્ઘટના સર્જાઈ હતી. શહેરમાં 6 માળની એક બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. જેમાં અત્યાર સુધીમાં પાંચ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાક લોકોને નાની-મોટી ઈજા પહોંચી છે. જેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હજુ પણ રેસક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.