સોમનાથ ના નવા બંદરમાં સૂસવાટાભેર પવનની સ્થિતિમાં 15 જેટલી બોટ ડૂબવાની ઘટના બની હતી. દરિયામાં ઉઠેલા કરંટ અને ભારે પવનના કારણે બોટ ડૂબી જતા 8 જેટલા માછીમારો લાપતા થયા હતા. જેને બચાવવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યુ હતું. આ ઘટનામાં 2 ખલાસીઓના મૃતદેહ મળી આવ્યા છે. ગુરુવારે રાત્રે એક ખલાસીનો અને વહેલી સવારે એક ખલાસીનો મૃતદેહ મળ્યો છે.