ગુજરાત પણ ડ્રગ્સની હેરફેર માટેનો અડ્ડો બની ગયો હોય તેવું લાગે છે. હવે દરિયાકાંઠેથી આશરે 1800 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ભરેલી એક બોટ પકડી પાડવામાં આવી છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાતના એટીએસની સંયુક્ત કાર્યવાહીમાં આ ઓપરેશન પાર પડાયું છે. માહિતી મુજબ લગભગ 300 કિલોગ્રામ જેટલો ડ્રગ્સ બોટમાંથી મળી આવ્યો હતો.