ગુજરાતમાં સોમવાર, 12 માર્ચથી બોર્ડની ધોરણ 10ની પરીક્ષા શરૂ થઈ છે. મંગળવારથી ધોરણ 12ની પરીક્ષા શરૂ થશે.. ધોરણ 10 માં 11,03,674 વિદ્યાર્થી પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,34,678 વિદ્યાર્થી અને સામાન્ય પ્રવાહમાં 4,76,634 વિદ્યાર્થી પરીક્ષામાં બેસશે. પરીક્ષામાં ગેરરીતિ ના થાય અને યોગ્ય રીતે પરીક્ષા યોજાય તે માટે સીસીટીવી સહિતના તકેદારીનાં પગલાં લેવાયા છે.