યુ.એસ. સ્ટેટ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટોની બ્લિંકને રવિવારે દક્ષિણ તુર્કી અને ઉત્તર સીરિયામાં 6 ફેબ્રુઆરીના વિનાશક ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત પ્રાંતોમાંના એકનો હેલિકોપ્ટર પ્રવાસ કર્યો હતો. તેમજ પ્રદેશને મદદ કરવા માટે $100 મિલિયનની સહાય રકમ આપવાનું વચન આપ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને ભૂકંપના થોડા દિવસો બાદ તુર્કી અને સીરિયા માટે 85 મિલિયન ડોલરની ગ્રાન્ટની જાહેરાત કરી હતી.