દિલ્હીમાં શુક્રવારે દિલ્હીના વિજય ચોક ખાતે બિટિંગ રિટ્રીટ ચાલી રહી હતી તે દરમિયાન તેનાથી માત્ર ૧.૭ કિ.મી દૂર ઇઝરાયેલી દૂતાવાસની બહાર સાંજે ૫:૦૫ કલાકે લો ઈન્ટેન્સિટી બ્લાસ્ટ થયો હતો. રસ્તા ઉપર થયેલા વિસ્ફોટના કારણે જાનહાની થઈ નથી પણ ચાર-પાંચ કારના કાચ તૂટી ગયા હતા. ભારત અને ઇઝરાયેલ વચ્ચેના દ્વિપક્ષી સંબંધોની ૨૯મી એનિવર્સરીના દિવસે જ દૂતાવાસની બહાર બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. દૂતાવાસની બહારના રસ્તા ઉપર ફેંકવામાં આવેલા કુંડામાં આઈઈડી બ્લાસ્ટ થતાં એનઆઈએ અને ઈન્ટેલિજન્સ બ્યૂરોનો કાફલો દોડી આવ્યો હતો. દિલ્હી પોલીસ ઉપરાંત સીઆરપીએફના જવાનો તહેનાત કરાયા હતા. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા દિલ્હી પોલીસ સાથે આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. દેશના ૬૭ એરપોર્ટ, મહત્ત્વના સરકારી અને ધાર્મિક સ્થળો, યુપીમાં અયોધ્યા અને અન્ય સ્થળો, મુંબઇ સહિત સમગ્ર દેશમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.