કર્ણાટકના શિવમોગા જિલ્લામાં ગુરૂવાર મોડી રાત્રે વિસ્ફોટકથી ભરેલી એક ટ્રકમાં જોરદાર ધડાકો થઈ ગયો. આ દુર્ઘટનામાં 15 મૃતદેહોને કબજામાં લેવામાં આવી ચૂક્યા છે. ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારોના ઘરો અને ઓફિસોના કાચ તૂટી ગયા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ધડાકાના કારણે વિસ્તારના રસ્તાઓ પર તિરાડ પડી ગઈ અને રસ્તા તૂટી ગયા. દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધી શકે છે. શિવમોગા કર્ણાટકના પાટનગર બેંગલુરુથી લગભગ 350 કિલોમીટરના અંતરે આવેલું છે.