બનાસકાંઠાના ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડાની દિપક ટ્રેડર્સ નામની ફેક્ટરી અને ગોડાઉનમાં સવારના ૯.૩૦ કલાકે બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નિકળતા નાસભાગ મચી ગઇ હતી. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે બાજુમાં આવેલી ગોડાઉન જમીન દોસ્ત થઇને ૨૦૦ મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો હતો. જ્યારે શ્રમિકોના શરીરના અંગો દૂર સૂધી ફંગાળાયા હતા. આ ઘટનામાં મધ્ય પ્રદેશના ચારથી પાંચ કિશોર સહિત ૨૧ શ્રમિકોનાં મોત નિપજ્યા હતા