યુપી (UP)ના બરેલી (Bareilly)માં બુધવારે સાંજે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટમાં ત્રણ મહિલાઓના મોત થયા હતા, જ્યારે કાટમાળ નીચે દટાઈ જવાથી પાંચ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત બાદ બે બાળકો પણ ગુમ છે અને તેમને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ફટાકડાની ફેક્ટરીમાં એક પછી એક વિસ્ફોટ થયા હતા જે લગભગ બે કલાક સુધી ચાલુ રહ્યા હતા. વિસ્ફોટોથી આખું ગામ હચમચી ગયું, ચારેબાજુ ચીસો મચી ગઈ.