આવકવેરા વિભાગે માત્ર નામની જ પોલિટિકલ પાર્ટી હોય એવા ભૂતિયા રાજકીય પક્ષોને ડોનેશન આપીને ટેક્સ ચોરી કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. આઈટી વિભાગે રાજ્યમાં મેગા ઓપરેશન હાથ ધરીને અમદાવાદ સહિત 40થી 50 સ્થળોએ દરોડો પાડ્યો છે અને તપાસ હાથ ધરી છે.
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં દરોડા
અમદાવાદના ગોતા વિસ્તારની સિલ્વર ઓક યુનિવર્સિટીમાં પણ દરોડો પાડવામાં આવ્યો છે. આ કારણે વિદ્યાર્થીઓ અને સ્ટાફના કર્મચારીઓને રજા આપી દેવામાં આવી હતી. સિલ્વર ઓક યુનિવર્સિટીને તાજેતરમાં જ માન્યતા મળી છે અને તેમાં એન્જિનિયરિંગના નવા કોર્સ શરૂ કરીને એડમિશન્સ આપવામાં આવ્યા છે. અનેક મોટા ટ્રાન્ઝેક્શન્સ અને રાજકીય ફન્ડિંગ ધ્યાને આવતા આઈટી વિભાગે ડોક્યુમેન્ટ્સ અને ડિજિટલ ડેટાની તપાસ હાથ ધરી છે. ત્યારે કરોડો રૂપિયાની ટેક્સ ચોરી સામે આવી શકે છે.