આવકવેરા વિભાગે તાજેતરમાં રિયલ એસ્ટેટ અને હીરા જવેલરીનો બિઝનેસ કરનારા બિહારના કેટલાક બિઝનેસ જૂથો પર દરોડા પાડી ૧૦૦ કરોડ રૂપિયાનું કાળું નાણું પકડી પાડયું છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ મંગળવારે આ માહિતી આપતા જણાવ્યું હતું કે આ દરોડા ૧૭ નવેમ્બરે બિહાર, લખનઉ અને દિલ્હીમાં પટણા, ભાગલપુર અને ડેહરી આન સોનમાં આ જૂથોના લગભગ ૩૦ પરિસરોમાં પાડવામાં આવ્યા હતાં.