યુક્રેન- રશિયા વચ્ચે યુદ્ધ થવાના પ્રબળ ભણકારા, ક્રૂડ ઓઇલની તેજી સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ વૈશ્વિક બજારોની સાથોસાથ ભારતીય શેરબજારોમાં વિદેશી રોકાણકારો સહિત ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણ પાછળ શેરોની જાતેજાતમાં પીછેહઠ થતા બ્લેક મન્ડે ઉદભવ્યો હતો. ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે આજે બીએસઇ સેન્સેક્સમાં છેલ્લા એક વર્ષનો સૌથી મોટો ૧૭૪૭ પોઇન્ટનો કડાકો બોલાવ્યો હતો. જ્યારે નિફ્ટી ૫૩૨ પોઇન્ટ તૂટયો હતો એકધારી વેચવાલી પાછળ આજે ૭૫૯ શેરોમાં મંદીની સર્કિટ અમલી બની હતી.