અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ટેરિફના અમલની જાહેરાત કર્યા બાદ વળતા જવાબમાં ચીન અને કેનેડાએ વળતા ટેરિફ લાદવાની જાહેરાત કરતા વિશ્વ સ્તરે વેપાર-યુદ્ધ ઉગ્ર બનવાના અને ટેરિફ મુદ્દે ટ્રમ્પ મક્કમ રહેવાના અહેવાલો પાછળ આજે ભારત સહિત વિશ્વભરના શેરબજારોમાં ગાબડાં નોંધાયા હતાં. જેમાં આજે મુંબઈ શેરબજાર અને એનએસઇ ખાતે કામકાજના પૂરા સત્ર દરમ્યાન ભારે ઉથલપાથલના અંતે બંને ઇન્ડેક્સમાં પ્રચંડ કડાકા નોંધાયા હતા. સેન્સેક્સના કડાકાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાંથી રૂ ૧૪ લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું હતું.