દેશના 18 રાજ્યોમાં મ્યુકોરમાઇકોસિસ કે બ્લેક ફંગસના અત્યાર સુધી 5424 કેસ સામે આવ્યા છે, જેમાં સૌથી વધુ કેસ ગુજરાત અને મહારાષ્ટ્રમાં છે. આ જાણકારી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને સોમવારે આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યુ કે એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શનના નવ લાખ ડોઝ કેન્દ્ર સરકારે બ્લેક ફંગસની સારવાર માટે આયાત કર્યા છે. તેમાંથી 50 હજાર ડોઝ પ્રાપ્ત થી ચુક્યા છે અને ત્રણ લાખ વધારાના ડોઝ આગામી સાત દિવસમાં ઉપલબ્ધ થઈ જશે.
કોવિડ-19 પર બનેલા મંત્રીઓના સમૂહની 27મી બેઠકમાં હર્ષવર્ધને કહ્યુ કે, ગુજરાતમાં બ્લેક ફંગસના 2165 કેસ સામે આવ્યા છે. આ સિવાય મહારાષ્ટ્રમાં 1188, યૂપીમાં 633, મધ્ય પ્રદેશમાં 590, હરિયાણામાં 339 અને આંધ્રમાં 248 કેસની પુષ્ટિ થઈ છે. હર્ષવર્ધને જણાવ્યુ કે, મ્યુકોરમાઇકોસિસના 5424 કેસમાં 4556 દર્દી પહેલા કોરોનાથી સંક્રમિત થયા હતા જ્યારે 875 એવા દર્દી છે જેને કોરોના થયો હતો. 55 ટકા દર્દીઓ ડાયાબિટીસથી ગ્રસ્ત છે.