રાજસ્થાનમાં તાજેતરમાં યોજાયેલી લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીમાં કારમી હાર થયા બાદ ભાજપની ઉંઘ હરામ થઇ ગઇ છે. ચિંતાજનક બાબત એ રહી છે કે ભાજપની મત ટકાવારીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મત ટકાવારીમાં ૧૨ ટકાથી લઇને ૨૧ ટકા સુધીનો ઘટાડો થયો છે. ત્રણેય સીટોમાં ભાજપની મત ટકાવારી ઘટી ગઇ છે. સૌથી વધારે નુકસાન અલવર લોકસભા સીટમાં જોવા મળ્યુ છે.