જુનાગઢમાં ભેંસાણ ખાતે ભાજપના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું. અહીં જુનાગઢ(Junagadh) માં આજે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપના કાર્યકર્તા સંમેલનમાં હાજર રહ્યા હતા
વિસાવદરના આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી આજે જુનાગઢ (Junagadh) ના ભેંસાણમાં આયોજીત ભાજપના કાર્યકર્તા સંમેલનમાં હાજર રહ્યા હતા. આજે આ સંમેલનમાં તેમણે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી. ત્યારે સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં તેમણે વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો.