કર્ણાટકમાં વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પહેલા વિધાનસભાના સ્પીકરપદે કોંગ્રેસના ધારાસભ્ય રમેશ કુમાર ચૂટાયા છે. ભાજપે પોતાના ઉમેદવાર તરીકે સુરેશ કુમારને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે બાદમાં ભાજપે સુરેશ કુમારને હટાવ્યા હતા. જે બાદ બિનહરીફ તરીકે રમેશ કુમારની પસંદગી થઈ હતી. સ્પીકરની નિયુક્તિ પછી મુખ્યમંત્રી બનેલા કુમાર સ્વામીની અગ્નિ પરીક્ષા થવાની છે. વિશ્વાસ મત પહેલા કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી.