પૂર્વોત્તરના રાજ્યોમાં ગુરુવારે જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં ભાજપે ભવ્ય સફળતા મેળવી છે. 'મિશન નોર્થઈસ્ટ'માં વિજય ભાજપ માટે આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ અને આગામી વર્ષે લોકસભા ચૂંટણી માટે નૈતિક જૂસ્સો વધારશે. ત્રિપુરામાં એન્ટીઈન્કમ્બન્સી છતાં ભાજપે બહુમતી મેળવી છે જ્યારે નાગાલેન્ડ અને મેઘાલયમાં પ્રાદેશિક પક્ષોના ટેકાથી ભાજપ સત્તામાં ભાગીદાર બન્યું છે. નાગાલેન્ડમાં એનડીપીપી અને ભાજપના ગઠબંધને ૩૩ બેઠકો જીતી છે જ્યારે મેઘાલયમાં ત્રિશંકુ સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ સૌથી વધુ બેઠકો મેળવનારા એનપીપીએ સરકાર બનાવવા ભાજપનું સમર્થન મેળવ્યું છે.