બરોડા ડેરીના ડિરેક્ટરની 7 બેઠક માટે યોજાયેલી ચૂંટણીની આજે મતગણતરી હાથ ધરાઈ હતી. જેમાં 6 બેઠક પર ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો જીત્યા છે. જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. બરોડા ડેરીમાં સતત ત્રીજી વખત ભાજપ પ્રેરિત પેનલે સત્તા હાંસલ કરી છે.
બરોડા ડેરીની ડિરેક્ટરની 13 બેઠકો છે, જેમાં ચૂંટણી પહેલા 6 બેઠકો બિનહરીફ થઈ હતી. જ્યારે 7 બેઠક પાદરા, વડોદરા, શિનોર, સાવલી, ડેસર, ડભોઇ અને સંખેડા બેઠક પર ચૂંટણી થઈ. 99.49 ટકા જેટલુ ચૂંટણીમાં મતદાન થયું. જેની આજે મતગણતરી હાથ ધરાઈ હતી.