હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના ABP ન્યૂઝ- C વોટર્સના બીજા ઓપિનિયન પોલમાં ભાજપ ફરી એક વાર સત્તા હાંસલ કરે એવાં એંધાણ છે. ઓપિનિયન પોલ અનુસાર ભાજપને 38થી 46 સીટ મળવાની વકી છે, જ્યારે કોંગ્રેસને 20-28 સીટોની શક્યતા છે. આમ આદમી પાર્ટીને 0-1 સીટ બેઠક મળવાની શક્યતા છે. જ્યારે અન્યને ફાળે 0-3 બેઠકો જાય એવી ધારણા છે. હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી 12 નવેમ્બરે થશે. મતગણતરી આઠ ડિસેમ્બરે થશે. ચૂંટણી પંચે શુક્રવારે ચૂંટણી કાર્યક્રમની ઘોષણા કરી હતી. 68 સીટોવાળી વિધાનસભામાં હાલ ભાજપ બહુમતીમાં છે.