વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મધ્ય પ્રદેશના ઝાબુઆમાં રૂ. ૭,૫૫૦ કરોડના વિકાસ પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. આ સમયે એક જનસભાને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઈ હતી. હવે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં તેનો સફાયો થવાનું નિશ્ચિત છે. ઉપરાંત ભાજપ એકલા હાથે ૩૭૦થી વધુ બેઠકો જીતશે.