ભાજપનાં મહામંત્રી રામમાધવે કહ્યું છે કે ભાજપ કાશ્મીર ખીણમાંથી વિસ્થાપિત હિંદુના પુનર્વાસની તૈયારી કરી રહ્યો છે. કાશ્મીર ખીણના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં હિંદુઓને ફરી વસાવવામાં આવશે. આ દરખાસ્તને મોવડી મંડળની મંજૂરી મળી ચૂકી છે.
એક સમાચાર એજન્સીને મુલાકાત આપતાં રામમાધવે જણાવ્યું હતું કે કાશ્મીરી હિંદુઓને પંડિત પણ કહેવામાં આવ છે. ૧૯૮૯માં કાશ્મીર ખીણમાં હિંદુ વિરોધી સશસ્ત્ર બળવો શરૂ થયો હતો. તેને કારણે ૨થી ૩ લાખ હિંદુ ખીણ વિસ્તારમાં આવેલા પોતાના ઘર છોડીને જતા રહ્યા હતા. પોતાના ઘેર પાછા ફરવું તે હિંદુઓનો મૌલિક અધિકાર છે અને તે અધિકારનું સન્માન થવું જોઈએ. તેમને ખીણ વિસ્તારમાં પુનઃ વસાવીને સુરક્ષા પણ પૂરી પાડવામાં આવશે.