10 ઓગસ્ટથી ગુજરાતમાં ભાજપ શરૂ કરાવશે તિરંગા યાત્રા “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત આ યાત્રા યોજાશે. વડાપ્રધાન મોદીએ કરેલા હર ઘર તિરંગાના આહવાનને અનુલક્ષીને ભાજપ 10 ઓગસ્ટથી દેશભરમાં તિરંગા યાત્રા યોજશે. તિરંગા યાત્રા દરમિયાન શહીદોના સ્મારકો, દેશ માટે વીરગતિ પ્રાપ્ત કરનાર શહીદોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને તિરંગા અભિયાનના ઇન્ચાર્જ તરુણ ચુગે કહ્યું કે ગુજરાત સહિત દેશભરમાં ધામધૂમથી તિરંગા યાત્રા યોજાશે. તરુણ ચુગે કોંગ્રેસને ઘેરતા કહ્યું કે કોંગ્રેસની ન્યાયયાત્રાને માત્ર દેખાડો છે. જે રાજ્યમાં કોંગ્રેસનું શાસન છે ત્યાં કોંગ્રેસ ન્યાય અપાવે.