ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઉમેદવાર ઉભા રાખવાના હોવાથી હવે ભારતીય જનતા પાર્ટીને અપક્ષ ઉમેદવાર ઉભા રાખવાની જરૂર પડશે નહીં એટલું જ નહીં આ વખતની વિધાનસભામાં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો 149 બેઠકનો રેકોર્ડ ભારતીય જનતા પાર્ટી તોડીને 151થી વધુ બેઠક મેળવશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે મધ્ય ગુજરાતના આગેવાનો સાથે બેઠક યોજ્યા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પત્રકારો સાથેની અનુપચારિક વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું.