આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી આતિશીની જુઠા કેસમાં ગમે ત્યારે ધરપકડ કરવામાં આવશે તેવો દાવો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપના વડા અરવિંદ કેજરીવાલે કર્યો હતો. કેજરીવાલે જણાવ્યું હતું કે ભાજપના ઇશારે કેન્દ્રીય એજન્સીઓ મુખ્યમંત્રી આતિશીને જુઠા કેસમાં ફસાવવાની ફિરાકમાં છે. આ માહિતી અમને અમારા સુત્રોની પાસેથી મળી છે. આપને દિલ્હી વિધાનસભાની ચૂંટણીની દૂર રાખવા માટે ભાજપ આ કાવતરુ કરવા જઇ રહી છે.