મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં બેઠક વહેંચણી મુદ્દે સામસામા શિંગડા ભેરવી રહેલા ભાજપ અને શિવસેના વચ્ચે આખરે સમજૂતી સધાઇ ગઇ છે. ભાજપ અને શિવસેના વચ્ચેની બેઠક મુદ્દેની ખેંચતાણમાં ભાજપનો હાથ ઉપર રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ ૨૮૮ બેઠકોમાંથી ભાજપ ૧૪૪ અને શિવસેના ૧૨૬ બેઠક પર ચૂંટણી લડશે. ૧૮ બેઠકો અન્ય નાના સાથીપક્ષો માટે અલગ રાખવામાં આવી છે.