ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે પૂર્વોત્તર રાજ્યોમાં મળેલી ભાજપને સફળતા પછી પાર્ટીને કર્ણાટક, કેરળ અને ઓડિસાની સાથે પશ્ચિમ બંગાળની આગામી વિધાનસભા ચૂંટણીમાં જરૂરથી વિજય મળશે. તેમણે દાવો કર્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં કોંગ્રેસમુક્ત ભારતનું સપનું સાકાર થશે.