જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતોની પેટાચૂંટણીઓમાં 33માંથી 29 બેઠક પર ભાજપનો વિજય થયો છે. અમદાવાદ જિલ્લાપંચાયતની બે અને અને તાલુકા પંચાયતોની 27 બેઠકનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. જિલ્લાના ત્રણ મુખ્ય મથકોએ મતગણતરી હાથ ધરાઈ હતી. પેટાચૂંટણીઓમાં પણ ભાજપની ખીલ્યું હતું.
અમદાવાદ જિલ્લા પંચાયતની બે અને વિરમગામ તાલુકા પંચાયતની એક એમ મળીનેકુલ ત્રણ બેઠકોની રવિવારે પેટાચૂંટણી યોજાઈ હતી. આજે હેબતપુર, શિયાળ અને ઓગાણ બેઠકનું પરિણામ આવ્યું છે, જેમાં બે બેઠકો હેબતપુર અને શિયાળ બેઠકો પર કોંગ્રેસે ભાજપને હરાવ્યું છે. જ્યારે ઓગાણ બેઠક પર ભાજપે કોંગ્રેસને હરાવ્યું છે.
11 બેઠકો અગાઉ જ બિનહરીફ થઈ જેમાં પણ ભાજપને મોટાભાગની બેઠકો મળી હતી. જ્યારે જયા ચૂંટણી યોજાઈ તેમાં જીલ્લા પંચાયતની 3 બેઠકોમાં કોંગ્રેસને 2 અને ભાજપને 1 બેઠક મળી છે. પંચાયતની 27 બેઠકોમાં ભાજપને 25 અને કોંગ્રેસને 1 તથા એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે. અમદાવાદની બે જીલ્લા પંચાયત બેઠકો કોંગ્રેસને મળી છે. સૌરાષ્ટ્રમાં પોરબંદરની 1 બેઠક ભાજપે જીતી છે. જયારે પોરબંદરના હળવદથી 1 તાલુકા પંચાયત રાજકોટની કુવાડવા કચ્છની તખલાણા જુનાગઢની ટીકર ગીર સોમનાથની વરસીંગપુર બેઠકો ભાજપને મળી છે.
CM રૂપાણીએ આ પેટાચૂંટણીના પરિણામ અંગે બે ટ્વીટર કર્યા હતા. પ્રથમ ટ્વીટમાં તેમણે લખ્યું “ગુજરાતના અલગ અલગ વિસ્તારોની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં 33 માંથી 29 સીટ પર ભાજપના ઉમેદવારોને જીતાડવા બદલ જનતાનો અને તમામ કાર્યકર્તાઓનો ખુબ ખુબ આભાર. આ ચૂંટણીનો ભવ્ય વિજય આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની એક ઝલક છે.’