પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં રાજનીતિ વધી ગઈ છે. રાજ્યમાં બીજેપીને મજબૂત બનાવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) બે દિવસના પ્રવાસે છે. બંગાળ પ્રવાસના બીજા દિવસે સૌથી પહેલા અમિત શાહે સવારે દક્ષિણેશ્વર મંદિરમાં પૂજા કરી હતી. પૂજા કર્યા પછી મટુઆ સમુદાયના સભ્યોના ઘરે ભોજન કર્યું હતું. અલગ-અલગ સમુદાયને મળ્યા પછી અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અમિત શાહે કહ્યું હતું કે ટીએમસી સરકાર અને પશ્ચિમ બંગાળના સીએમ છેલ્લા 10 વર્ષોમાં આશા પર ખરા ઉતર્યા નથી. વાયદા પુરા થયા નથી.
અમિત શાહે કહ્યું કે હું બંગાળની જનતાને આશ્વસ્ત કરવા આવ્યો છું કે તમે કોંગ્રેસને પણ એક તક આપી, કમ્યુનિસ્ટોને પણ સતત તકો આપી અને બે તક મમતા જી ને આપી. એક તક મોદી જી ના નેતૃત્વમાં ભાજપાને આપો. અમે પાંચ વર્ષની અંદર સોનાર બાંગ્લા બનાવવાનો વાયદો કરીએ છીએ.