Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજકારણમાં અનેક દાખલા એવા મળે છે કે ધારાસભ્ય કે સાંસદ બન્યા પછી રાતો રાત કરોડપતિ થઇ જતા હોય છે પરંતુ ક્યારેક બનાવેલી સંપતિ સાચવામાં મુશ્કેલી પડી જતી  હોય છે તેવી ઘટના કોંગ્રેસના ધારાસભ્ય અને અલ્પેશ ઠાકોરનો પડછાયો બની ફરતા ઘવલસિંહ સાથે બની રહ્યુ છે. પોતાની વ્યકિતગત ઓળખ ઉભી કરવામાં નિષ્ફળ ગયેલા ધવલસિંહ તમામ સ્થળે અલ્પેશ ઠાકોરને ઝભ્ભો પકડી ચાલતા હોય તેવુ દર્શ્ય જોવા મળ્યુ છે. પણ હવે તેમની કોલેજ અને પેટ્રોલ પંપ સામે આંગળી ચીધાંતા તેઓ જે ભાજપને ગાળો ભાંડતા હતા તેમની શરણમાં આવવાની ફરજ પડી છે.

  • નરોડાના ભાજપના પુર્વ કોર્પોરેટર જગદીશ પટેલ કોઈ કારણસર ધવલસિંહની સામે પડયા...

2017ની ચુંટણીમાં ભાજપને ગાળો આપનાર ધવલસિંહને કલ્પના ન્હોતી કે જે ભાજપને નીચુ દેખાઈ તેઓ કોંગ્રેસની બેઠક ઉપર ચુંટાઈ આવ્યા તેમને ભાજપના પ્રદેશ નેતાઓ અને મંત્રી સામે ઘુટણીયે પડી પોતાને બચાવી લેવા માટે વિનંતી કરવી પડશે, રાજકારણમાં આવનાર નેતાઓનો ફુલ ટાઈમ બીઝનેશ તો ઘણા હોય છે., પણ પોતે ઉભી કરેલી સંપત્તી સલામત રહે અને તેમા ઉત્તરોતર વધારો થાય તેના માટે રાજકારણમાં રહેવુ તેમના માટે જરૂરી હોય છે. અમદાવાદમાં કોલેજ અને પેટ્રોલ પંપના માલિક ધવલસિંહનું બધુ બરાબર ચાલી રહ્યુ હતું આ દરમિયાન નરોડાના ભાજપના પુર્વ કોર્પોરેટર જગદીશ પટેલ કોઈ કારણસર ધવલસિંહની સામે પડયા, જગદીશ પટેલ સામે પડવાના કારણો અનેક હોઈ શકે છે.

  • કોલેજમાં ગેરકાયદે બાંધકામ સહિત સરકારી ધોરણો પ્રમાણેની શિક્ષણ વ્યવસ્થા પણ નથી...

જગદીશ પટેલે ધવલસિંહની કોલેજ અને પંપ સામે વિવિધ એજન્સીઓમાં ફરિયાદ કરવાની શરૂઆત કરી, જગદીશ પટેલનો દાવો છે કે ધવલસિંહની કોલેજમાં ગેરકાયદે બાંધકામ સહિત સરકારી ધોરણો પ્રમાણેની શિક્ષણ વ્યવસ્થા પણ નથી. આ મુદ્દે તેમણે ઔડા સહિત ગુજરાત યુુનિર્વસિટી સામે ફરિયાદ કરી અને તેમના એક સાથી મારફતે તેઓ ગુજરાત હાઈકોર્ટમાં પણ ગયા છે. આમ સ્થિતિ ભાજપ માટે પણ આશીર્વાદ રૂપ સાબીત થઈ બહુ ઉછળકુદ કરતા ધવલસિંહને નાથવા માટે તેમની સામેની ફરિયાદો મહત્વની સાબીત થાય તેમ છે જો ધવલસિંહ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં ના આવે તો કાયદેસરની કાર્યવાહીમાં ધવલસિંહ બરબાદ થઈ જાય

  • ધવલસિંહ લોકસેવાના ઈરાદે કોંગ્રેસમાં આવ્યા નથી અથવા ધારાસભ્ય થયા નથી.
    તેઓ પોતાના ધંધાને બરબાદ થતો જોઈ શકતા નથી તેથી તેમને ભાજપના નેતાઓના શરણે જઈ કાર્યવાહી રોકવા અને જગદીશ પટેલનને અટકાવા વિનંતી કરી છે ભાજપ પણ હવે મઝા લેવાના મુડમાં છે ભાજપે તેમને કોંગ્રેસ છોડી ભાજપમાં આવી જાવ તો બધુ કાયદેસર થઈ જશે તેવી ખાતરી આપી છે. ધવલસિંહ સામેે મોરચો માંડનાર જગદીશ પટેલ પણ કાચા ખેલાડી નથી, પોદળ પડયો તો માટી સાથે જ ઉખડશે, આમ હાલમાં જગદીશ પટેલને સમજાવવા પ્રદેશ નેેતા અને મંત્રી બહાર આવ્યા છે જે પ્રમાણે વરતારો છે તે પ્રમાણે ધવલસિંહ પાસે કોંગ્રેસ છોડી ભાજપમાં આવવા સિવાય વિકલ્પ રહ્યો નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ