હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે સોમવારે સાંજે ૯૦ બેઠકો પૈકી ૭૮ બેઠકોના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું હતું અને એમાં ૩૮ વિધાનસભ્યોને ફરી ટિકિટ અપાઈ હતી જ્યારે ૭ વર્તમાન વિધાનસભ્યોની ટિકિટ કાપવામાં આવી હતી. ભાજપે પહેલવાન બબિતા ફોગાટ અને યોગેશ્વર દત્ત અને ભૂતપૂર્વ હોકી પ્લેયર સંદીપસિંહને ટિકિટ ફાળવી છે. ૨૦૧૨માં લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા યોગેશ્વર દત્ત થોડા દિવસ પહેલાં ભાજપમાં સામેલ થયા હતા.