ભારતીય જનતા પાર્ટીથી સસ્પેન્ડ કિર્તી આઝાદ સોમવારે રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. કિર્તી આઝાદ ભાજપમાંથી ઘણાં સમયથી સસ્પેન્ડ હતા. મહત્વનું છે કે, તેઓ બિહારના દરભંગાના સાંસદ હતા. 60 વર્ષીય પૂર્વ ક્રિકેટર કિર્તી આઝાદે કોંગ્રેસમાં સામેલ થવા અંગેની જાહેરાત એક પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન કેન્દ્ર સરકારની જૂમલાબાજી અને ભ્રષ્ટાચારથી મને બહુ જ દુ:ખ લાગ્યું, બાદમાં મને લાગ્યું કે મારા પિતાએ જે રાજનીતીની શરૃઆત કરી હતી ત્યાં મારે પણ જવું જોઇએ અને તેથી જ હું કોંગ્રેસમાં જોડાયો અને ઘર વાપસી કરી છે.