તમિલનાડુમાં એમ.કે. સ્ટાલિનને હરાવવામાં નિષ્ફળ ભાજપે અંતે એઆઈએડીએમકે સામે શરણાગતિ સ્વીકારી લીધી છે. એઆઈએડીએમકેએ ભાજપ સાથે જોડાણ કરવા માટે સૌથી પહેલાં તમિલનાડુ પ્રદેશ ભાજપ પ્રમુખ કે. અન્નામલાઈને વિદાય કરવામાં આવે એવી શરત મૂકી હતી. ભાજપે આ શરત સ્વીકારીને નરેન્દ્ર મોદીની તમિલનાડુ યાત્રા વખતે જ અન્નામલાઈ પાસેથી રાજીનામું લખાવી લીધું છે. એક-બે દિવસમાં તેની સત્તાવાર જાહેરાત કરી દેવાશે એવો ભાજપનાં સૂત્રોનો દાવો છે. અન્નામલાઈએ જયલલિતાને ભ્રષ્ટાચારી ગણાવીને કશું ખોટું નહોતું કર્યું પણ ભાજપ અન્નામલાઈને પડખે ઉભા રહેવાની મર્દાનગી બતાવી શક્યો નથી.