કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રણદીપ સુરજેવાલાએ બીજેપી સમર્થકો અને વોટરોને સાક્ષસી વૃતિના ગણાવ્યા છે. સૂરજેવાલા હરિયાણાના કૈથલ પહોંચ્યા હતા. ત્યાં તેમણે કહ્યું કે, બીજેપીને મત આપનારા અને તેના સમર્થકો સાક્ષસી વૃતિના છે. હું મહાભારતની ધરતી પરથી તેમને શ્રાપ આપું છું. સુરજેવાલાના આ નિવેદન પર બીજેપી ભડકી ગઈ છે. બીજેપી નેતા અમિત માલવીયએ સુરજેવાલાના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ માનસિક સ્થિતિના કારણે જ પાર્ટી અને તેમના નેતાઓએ જનાધાર ગુમાવી દીધો છે.