ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઈને મેરઠમાં આયોજીત પદયાત્રા ભાજપે અટકાવી દીધી. મેરઠમાં એક વેપારીની હત્યા થઈ,જેના કારણે ભાજપના અધ્યક્ષ અમિત શાહે આ નિર્ણય કર્યો. અમિત શાહે રાજ્ય સરકાર પર નિશાન તાકતા કહ્યું કે રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે. રાજ્યમાં રોજ બળાત્કારની 24 અને હત્યાની 13 ઘટનાઓ બને છે, જે મુદ્દે રાહુલ અને અખિલેશે જવાબ આપવો જોઈએ.