હાર્દિકના આમરણાંત ઉપવાસ આંદોલન અંગે ટિપ્પણી કરતા ગુજરાત બીજેપી પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે અમુક અસામાજીક તત્વો સામાજીક નામે રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાર્દિકનું નામ લીધા વગર જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે અમુક લોકો કોંગ્રેસનો હાથ બનીને રાજ્યની શાંતિને ડહોળી રહ્યા છે.