રાજકોટ જિલ્લાના જેતલસર ગામે (Jetalsar Village) રૈયાણી સમાજ ખાતે 16 વર્ષીય સૃષ્ટિ રૈયાણીનું બેસણું રાખવામાં આવ્યું હતું. જે બેસણામાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરત બોઘરા, કેબિનેટ કક્ષાના મંત્રી જયેશ રાદડીયા, લેવા પાટીદાર સમાજના આગેવાનો અને રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરા તેમજ સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવ સહિતના નેતાઓ પહોંચ્યા હતા અને પરિવારજનોને સાંત્વના આપી હતી. આ કેસમાં સૃષ્ટિના પિતાએ એવું માંગણી કરી છે કે, આરોપીની ફાંસીને સજા આપવામાં આવે.
મીડિયા સાથેની વાતચીતમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, "સૃષ્ટિ રૈયાણીનો કેસ સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાનું નક્કી કર્યું છે. આ મામલે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક પણ કરવામાં આવશે. આરોપીને કડકમાં કડક સજા થાય તેમજ સમાજની અંદર એક દાખલો બેસે તે પ્રકારની સજા મળે તે મુજબ કાર્યવાહી કરીશું."