તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ દ્વારા સનાતન ધર્મ પર આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને આજે પણ હોબાળો ચાલુ છે. ઉદયનિધિના નિવેદન પર મૌન જાળવવા બદલ ભાજપે કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. રવિશંકર પ્રસાદે કહ્યું કે ઉદયનિધિએ સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી છે. તેમણે કહ્યું કે તે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવું છે. તેથી તેને નાબૂદ કરવી જોઈએ. સવાલ એ છે કે રાહુલ ગાંધી આ મુદ્દે બે દિવસથી મૌન કેમ છે?