-
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓથી રાફેલ વિમાન સોદામાં ગરબડના આરોપો કરીને ચોકીદાર સામે સવાલો કરી રહ્યાં છે. લલિત મોદી-નિરવ મોદી- નરેન્દ્ર મોદી આ બધા મોદી જ ચોર કેમ છે એમ પણ છેલ્લાં કેટલાય સમયથી ગાજી ગાજીને કહી રહ્યાં છે. પરંતુ મોદી અટકધારીઓમાંથી ભાજપના બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીને રહી રહીને લાગ્યું કે રાહુલે મને પણ ચોર કીધો...ઠોકો કેસ...! બિહારના મુખ્યમંત્રી બનવા થનગની રહેલા સુશીલ મોદીની જેમ બીજા મોદી અટકધારીઓ પણ હવે કોઇકના ઇશારે ધીમે ધીમે રાહુલની સામે કેસ નોંધાવે તો અચરજ એટલા માટે નહીં થાય ગુજરાતને કેમ કે ગુજરાત તો આ ખેલ જોઇ ચૂક્યુ છે...!
ગુજરાતમાં તેઓશ્રી વડા હતા ત્યારે બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની કોઇ બાબતને લઇને કોંગ્રેસના નેતાએ દલિતોનું અને ડો. બાબાસાહેબનું અપમાન કર્યું હોવાના મુદ્દે કોંગ્રેસના નેતાની સામે ગુજરાતના જિલ્લે જિલ્લે કેસો કરાવ્યાં હતા. એ કેસમાં પછી શું થયું એ તો સરકાર જાણે. પણ કાર્ય પધ્ધતિ તો એ જ. જેમ સુશીલ મોદી જાગ્યા કે જગાડવામાં આવ્યાં તેમ હવે બીજા મોદી અટકધારીઓ પણ દોડશે રાહુલ સામે કેસ કરવા. કદાચ એટલા કેસો કરાશે કે રાહુલ તેમાંથી નવરો જ ના પડે...!
રાધનપુરમાં 1998માં મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને હરાવવા મતદારોને ઉમેદવારના નામમાં ભરમાવવા શંકર નામના ઘણાં ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યાં. જેમાં એક શંકર ચૌધરી પણ હતા. ચૌધરી બાપુની સામે હારી ગયા પણ પછી તેઓની આંગળી પકડીને તરી ગયા. એવી જ ટેકનિક વાયનાડામાં રાહુલની સામે અપનાવવામાં આવી છે. ત્યાં રાહુલ નામના ઉમેદવાર છે તે એક ઉમેદવારનું તો નામ જ રાહુલ ગાંધી છે....! લોકોને મતદારોને ભરમાવવા અને ભ્રમિત કરવા એ તે એક નો જ ઇજારો છે જાણે. બની શકે કે કોંગ્રેસ આ જ ટેકનીક વારાણસીમાં અપનાવે. નરેન્દ્ર અને મોદી અટકવાળાઓ પાસેથી ઉમેદવારી કરાવડાવે. જેવા સાથે તેવા. એટલે સુશીલ મોદીને લાગ્યું તેમ બીજા મોદી અટકધારીઓ પણ રાહુલે અમને ચોર કેમ કીધાની રાવ લઇને જાય તો કછુ કહી ના શક્તવા. લોકશાહી છે. રાહુલે કયા મોદી માટે કહ્યું એ તો સૌ જાણે જ છે. પણ કોઇ બંધ બેસતી પાઘડી પહેરવાનો પ્રયાસ કરે તો તેને વંદન. સમજાય તેને વંદન, ના સમજાય એને અભિનંદન મિરાજમાં આંટો મરાવા લઇ જાય. જય બાલકોટિયા...જય એર સ્ટ્રાઇકિયા...!!