મહારાષ્ટ્રમાં રાજકીય રાજરમતમાં એક વખત ફજેતી થયા બાદ હવે બીજેપી સંપૂર્ણપણે સતર્કતા દાખવીને આગળ વધી રહી છે. ગઈકાલે સુપ્રિમ કોર્ટે બે અરજીઓના સંદર્ભમાં બળવાખોર ધારાસભ્યો પર 11મી જુલાઈ સુધી કોઈ નિર્ણય ન લેવા આદેશ કર્યો છે એટલેકે હવે શિંદે સમૂહ 11મી જુલાઈ સુધી સુરક્ષિત છે અને સામે પક્ષે અનેક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ સમય બીજેપી માટે ગોલ્ડન ચાન્સ સાબિત થઈ શકે છે કે તેઓ શિંદે સમૂહ સાથે વાટાઘાટો કરી શકે. જોકે સુપ્રિમના આદેશના બીજા જ દિવસે એક મોટા અહેવાલ બહાર આવી રહ્યાં છે કે બીજેપી અને શિંદે સમૂહ વચ્ચે જોડતોડ શરૂ થઈ ગઈ છે અને કોને કેટલા પદ મળશે તેની પણ પ્રારંભિક ચર્ચાઓ આરંભાઈ છે.