ભાજપે ચંડીગઢ મેયરની ચૂંટણી જીતી લઇને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને જોરદાર આંચકો આપ્યો છે. ભાજપના ઉમેદવાર મનોજ સોનકરે મેયર પદની ચૂંટણીમાં મોટો વિજય થયો છે. ઉલ્લેખનીય છે કે આપ અને કોંગ્રેસે આ ચૂંટણી સાથે મળીને લડી હતી. ભાજપે આ ચૂંટણીમાં ત્રણેય મહત્ત્વપૂર્ણ પદો પર વિજય મેળવ્યો છે.