અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસથી ભાજપ ચૂંટણી જીતવાના કામે લાગ્યુ છે. આ વખતે ભાજપે 400 પ્લસ બેઠકો સાથે જીત હાંસલ કરવાનો લક્ષ્ય રાખ્યો છે જેના કારણે અત્યારથી ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પણ આ વખતે રાજકારણની લેબોરેટરી ગણાતા ગુજરાતમાં ભાજપે એક નવતર રાજકીય પ્રયોગ હાથ ધર્યો છે.ભાજપે ઉમેદવારોની સત્તાવાર ઘોષણા થાય તે પહેલાં ચૂંટણી કાર્યાલય શરૂ કર્યા છે.