પંજાબની 109 નગરપાલિકા, નગર પંચાયત અને 7 મહાનગરપાલિકા માટે થયેલા મતદાનની મતગણતરી ચાલી રહી છે. પંજાબની સાતેય મહાનગરપાલિકામાં ભાજપના સુપડાસાફ થયાં છે.
સ્થાનિક બોડીમાં કોંગ્રેસે મોગા, હોશિયારપુર, કપૂરથલા, અબોહર, પઠાનકોટ, બટાલા અને ભટિંડા મહાનગરપાલિકા જીતી લીધી છે. ભટિંડા નગર નિગમમાં 53 વર્ષ બાદ કોંગ્રેસ સત્તામાં આવી છે.
જ્યારે મજિઠિયા મહાનગરપાલિકાની 13માંથી 10 સીટો શિરોમણી અકાલી દળે જીતી છે. તે માટે મતદાન 14મી ફેબ્રુઆરીએ થયું હતું. કેન્દ્રના ત્રણ કૃષી કાયદાને લઈને રાજ્યમાં ખેડુતોના પ્રદર્શન વચ્ચે થયેલી ચૂંટણીમાં 71.39% મતદાન થયું હતું.