ભાજપનું રાજ્યસભામાં સંખ્યાબળ ઘટીને પહેલી વખત ૯૦થી નીચે ઉતરી ૮૬ થઈ ગયુ છે. જ્યારે એનડીએનું સંખ્યાબળ બહુમત ૧૦૫થી ચાર આંકડા નીચે ઉતરી ગયું છે. આમ તેણે રાજ્યસભામાં બિલો પાસ કરાવવા ટેકણલાકડી લેવી પડશે. ભાજપના ચાર નીમાયેલા સભ્યો રાકેશ સિંહા, રામ શાકાલ, સોનલ માનસિંહ અને મહેશ જેઠમલાણીએ તેમની ટર્મ પૂરી કરતાં તે નિવૃત્ત થતાં આ સ્થિતિ સર્જાઈ છે.